વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત


SHARE

















વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ઠક્કર શેરી વિસ્તારમાં લાંબા સમયથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આ વિસ્તારનાં લતાવાસીઓ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી કાયમી નિવારણ કરવાની માંગ કરી છે.


હરિદાસ રોડ પાસે આવેલ ઠક્કર શેરી વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે, કચરાનાં ગંજ, ઠેર ઠેર ઉકરરડા, રઝળતા ઢોરને કારણે ફેલાતી ગંદકી, અસહ્ય દુર્ગંધથી આ વિસ્તારમાં હવે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે એટલી હદે ગંદકી ફેલાઈ છે, માખી, મચ્છર, જીવતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ત્યારે આ વિસ્તારનાં લતાવાસીઓ નરકાગાર જેવી હાલત વચ્ચે રહે છે, એટલી હદે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે કોઈ રોગ ચાળો ફાટી નીકળે તે પહેલાં આખા વિસ્તારમાં સાફ સફાઈ કરી આ સમસ્યાનું કાયમી ધોરણે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લતાવાસીઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાને  લેખિત રજૂઆત કરી  માંગ કરવામાં આવી છે.




Latest News