મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલમાં નવી બનતી લીફ્ટમાં નીચે પડી ગયેલ અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE

















મોરબીની સિવિલ હોસ્પિટલમાં નવી બનતી લીફ્ટમાં નીચે પડી ગયેલ અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીની સરકારી હોસ્પિટલ (સિવિલ) ખાતે નવી લીફટ બનાવવાનું કામ ચાલુ છે તે દરમિયાન ગત તા.૧૭-૯ ના રોજ મોડી રાત્રીના અજાણ્યો આશરે ૩૦ થી ૪૦ વર્ષનો યુવાન નીચે પડી ગયો હતો.નવી બની રહેલ લીફટના ખાડામાંથી નીચે પડી જવાથી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અજાણ્યા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા.૨૧ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેનું મોત નિપજ્યુ હતું.

જેથી બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળાએ મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.મૃતક અજાણ્યો યુવાન આસરે ૩૦-૪૦ વર્ષનો અને શરીરે પાતળો બાંધો, વાને શ્યામ, માથાના ભાગે ટુંકા કાળા વાળ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને મૃતકના વાલી વારસ ન મળી આવ્યા હોય જો કોઇને આ બાબતે કંઇ જાણકારી હોય તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નંબર (૦ર૮રર ૨૩૦૬૮૮) ઉપર અથવા પીઆઇ બી.પી.સોનારા કે તપારકર્તા હેડ કોન્સટેબલ એમ.જી.વાળાનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

બે યુવાનો સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા સ્મીત જયેશભાઈ ગોહિલ નામના ૨૨ વર્ષના યુવાને તેના ઘેર ફિનાઇલ પી લેતા સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે તપાસ હાથ ધરતા ખૂલ્યુ હતુ કે સ્મીત ગોહિલના લગ્ન એકાદ વર્ષ પહેલા રાતીદેવડી ગામે થયેલા છે અને થોડા સમય પહેલા તેની પત્ની કોઈ કારણસર માવતરે ચાલી ગઈ હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીમાં રહેતા નરેશ રમેશભાઇ ભાંભોર (ઉમર ૨૮) નામના યુવાનને સાપ કરડી જતા તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.




Latest News