મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને જુના ઘુંટુ રોડ ઉપર ગોડાઉનની અંદર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત
SHARE
મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને જુના ઘુંટુ રોડ ઉપર ગોડાઉનની અંદર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીની પાસે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્વાગત સીરામીકની સામે અમૃત એક્સપોર્ટ નામના ગોડાઉનની અંદર યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું અને ગળેફાંસો ખાઈ લીધો હોવાથી તે યુવાનનું મોત નિપજયુ હોવાથી સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સર્વોપરી સ્કૂલ પાસે રહેતા સંજયભાઈ વિઠ્ઠલભાઈ બારોટ (ઉમર ૩૮) નામના યુવાને મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સ્વાગત સિરામિકના સામેના ભાગે આવેલ અમૃત એક્સપોર્ટ નામના ગોડાઉનની અંદર ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે તેનું મોત નીપજત્તા તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.બીગમાં પોલીસ દ્રારા પૂછપરછ કરવામાં આવતા તપાસ દરમિયાન સામે આવેલ છે કે મૃતક સંજયભાઈ બારોટને કેન્સરની બીમારી હતી અને તેના લીધે તેઓ સતત માનસિક અસ્વસ્થ રહેતા હતા અને તે દરમિયાન આજે સવારે તેઓએ ગોડાઉનની અંદર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.મૃતકના મોતના પગલે તેમના બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હોય પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભાઈ ચાવડા તથા રાયટર દશરથસિંહ મસાણી આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે.
આધેડ સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં વિહોત માતાના મઢ પાસે રહેતા ભરતભાઈ લાભુભાઈ દેવીપુજક નામના ૫૦ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જેથી સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મહેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાનમાં ખુલ્યું હતું કે, ભરતભાઈ દેવીપુજકને તેઓના પુત્ર દ્વારા ઝગડો કર્યા બાદ મારવામાં આવ્યો હતો અને તે બાબતે હાલ આગળની તપાસ ચાલી રહી છે.
પરણીતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન દેવજીભાઈ મકવાણા નામની ૩૫ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવેલી હોવાથી બીટ જમાદાર વી.ડી.મેતા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે ગીતાબેન મકવાણાને તેમના ઘરે તેઓના પતિ દ્વારા મારવામાં આવ્યો હોવાથી સારવારમાં સિવિલે ખસેડાયા હતા.









