મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે નીકળેલા વૃદ્ધનો મૃતદેહ ધરમપુર નજીક નદીમાંથી મળ્યો, અરેરાટી


SHARE









માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે નીકળેલા વૃદ્ધનો મૃતદેહ ધરમપુર નજીક નદીમાંથી મળ્યો, અરેરાટી

મોરબી જિલ્લાના માળીયા (મિં.) તાલુકાના વાધરવા (અર્જુનનગર) ખાતે રહેતા આહીર વૃદ્ધ દવા લેવા માટે મોરબી આવ્યા હતા અને બાદમાં ગુમ થઈ ગયા હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.દરમિયાનમાં ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ મોરબીના ધરમપુર ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાંથી મળી આવ્યો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા(મિં.) તાલુકામાં આવેલા વાધરવા ગામે અર્જુનનગર વિસ્તારમાં રહેતા સવાભાઈ ટપુભાઈ બાલાસરા જાતે આહિર (ઉમર ૭૦) ગત તા.૨૩-૭ ના રોજ ઘરેથી મોરબી હોસ્પિટલે દવા લેવા માટે જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે આવ્યા ન હતા. જેથી મોરબી તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં આજે મોરબીના ધરમપુર ગામ પાસે વાડી ધરાવતા નરભેરામભાઇ ભગવાનજીભાઈ જીંજુવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાહેરાત કરી હતી કે તેઓની વાડીના પાછળના ભાગે મચ્છુ નદીમાં પુરુષની લાશ પડેલ છે.જેથી મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા ત્યાં પહોંચ્યા હતા. દરમિયાનમાં મૃતકના સગા ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરા જાતે આહિર (ઉમર ૫૦) રહે.અર્જુનનગર વાળા તથા તેઓના અન્ય સગા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ ઓળખી બતાવ્યું હતું કે, આ મૃતદેહ તેઓના કાકા અને મોરબીના માળીયા તાલુકાના અર્જુનનગર ગામેથી દવા લેવા જવાનું કહીને ગુમ થયેલા સવાભાઈ ટપુભાઈ બાલાસરા જાતે આહિર (ઉમર ૭૦) રહે.અર્જુનનગર નો છે.વધુમાં તેઓને માનસિક બીમારી હોય અને દવા લેવા જાવ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં તેઓનો મૃતદેહ મોરબીના ધરમપુર ગામ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાંથી મળી આવ્યો છે.હાલ આ બાબતે નોંધ કરીને ફિરોઝભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મનસુખભાઈ જુગાભાઈ ખીમાણીયા નામના ૨૬ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં આવેલ ફૂલગલીમાં રહેતા રંજનબેન હરિલાલ રાણા નામના ૪૮ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા તેઓને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.




Latest News