મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામેથી ૪૮ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો


SHARE







મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામેથી ૪૮ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ નવા ધરમપુર ગામમાં રેડ કરી હતી અને ધરમપુર ગામે વોંકડા નજીકથી ૪૮ બોટલ દારૂ સાથે હાલમાં એક ઇસમને પકડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો..? તે દિશામાં હવે તપાસ કરવામાં આવશે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફના અજીતસિંહ પરમાર અને રમેશભાઇ મુંધવાને મળેલ બાતમીના આધારે તેઓએ નવા ધરમપુર ગામે ગામના વોંકડાના કાંઠે રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૪૮ બોટલ દારૂ મળી આવતા હાલમાં રૂા.૧૯,૦૧૫ ની કિંમતના દારૂ સાથે લક્ષ્મણ રવજીભાઇ ઉપસરીયા જાતે કોળી (ઉમર ૧૯) રહે.નવા ધરમપુર તા.જી.મોરબીને પકડવામાં આવ્યો હતો અને તે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી દારૂનો ધંધો કરતો હતો..? તે દિશામાં તાલુકા પોલીસ દ્રારા હવે આગળ તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લાલજીભાઈ મેપાભાઇ મકવાણા નામના ૩૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા દવાખાને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.લાલજી મકવાણા પોતાના મિત્રના ઘરે લખધીરપુર રોડ તરફ ગયો હતો અને ત્યાંથી તે પરત પોતાના ઘરે ઇન્દિરાનગર વિસ્તારમાં મોટરસાયકલ નંબર જીજે ૩ એફજી ૭૦૨૧ લઈને જતો હતો.ત્યારે સામાકાંઠે માળિયા ફાટક નજીક પહોંચતા આગળ જતી રીક્ષાના ચાલકે અચાનક બ્રેક મારતા તેનું બાઈક પાછળ સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને બીજા થતા સારવાર માટે ખસેડાયો હોય બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખેવારીયા ગામે રહેતા મુક્તાબેન અવચરભાઈ રાજપરા નામના ૭૫ વર્ષના વૃદ્ધાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે મુક્તાબેન રાજપરાને મોરબીના શનાળા રોડ પીજી ક્લોક પાસે આવેલ મંદિર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચી હોય સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.






Latest News