મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી લેકસસ ગ્રેનાઇટોના બે ડિરેક્ટર સહિત ત્રણ આરોપીના કરોડોની ટેક્સ ચોરીના કેસમાં જામીન મંજુર


SHARE









મોરબી લેકસસ ગ્રેનાઇટોના બે ડિરેક્ટર સહિત ત્રણ આરોપીના કરોડોની ટેક્સ ચોરીના કેસમાં જામીન મંજુર

મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ ૧૪.૬૬ કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યા હતા જે ત્રણ આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને મોરબીના કોર્ટે આરોપીઓના જામીન મંજુર કરેલ છે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનાઇટોના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે થોડા દિવસો પહેલી કરી હતી અને તે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા હતા ત્યારે અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતુ વર્ષ ૨૦૨૧-૨૨ થી લઈને હાલ સુધીમાં કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને ૧૪.૬૬ કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી છે જે ટેકસ ચોરીનો કેસ આજે મોરબીના એડી. ડીસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા આરોપીના વકીલ અપુર્વ મહેતા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ છે અને બે કરોડ રૂપિયા જમા કરાવી દેશે તેવી આરોપીઓના વકીલ દ્વારા કોર્ટમાં બાંહેધરી પણ આપેલ છે તેવુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે




Latest News