મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

હળવદની ખનીજ ચોરીના ગુનામાં મોરબીના રવાપર ગામે રહેતો શખ્સ પકડાયો


SHARE









હળવદની ખનીજ ચોરીના ગુનામાં મોરબીના રવાપર ગામે રહેતો શખ્સ પકડાયો

હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા સમય પહેલા ખનીજ ચોરીની રેડ કરી હતી અને આરોપીઓ તેમજ કરોડો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં છેલ્લા ઘણા  મહિનાથી  ફરાર આરોપીને એલસીબીની ટીમે પકડીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી હકિકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇપીસી કલમ- ૧૨૦બી, ૩૭૯, ૧૧૪ તથા એમએઆરડી એકટની કલમ-૪(એ), ૨૧ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ઉદય કિશોરભાઇ બોરીચા રહે. રવાપર મોરબી વાળો આમરણ-દુધઇ રોડ નંદકિશોર હોટલ ખાતે બેઠેલ છે ત્યાં જઈને આરોપી ઉદય કિશોરભાઇ કરશનભાઇ ડાંગર ઉ.વ. ૨૨ રહે. રવાપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને આરોપી સોપી આપવામાં આવેલ છે




Latest News