મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત


SHARE









હળવદના મયુરનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત

હળવદ તાલુકાના મયુરનગર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર હળવદમાં આપ્યા બાદ ત્યાંથી મોરબી અને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના મયુરનગર ગામે મુકેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કુશાલ મીઠીયાભાઈ ભીલ (૩૦) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે હળવદ લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવી રાજકોટ સિવિલમાંથી જાણવા મળેલ છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરમાં પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૃષ્ણ કાનવાડી (૪૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ યુવાનને ડાબી આંખ પાસે મારામારીમાં ઇજા થઈ હોવાથી ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળેલ છે હાલમાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વીછી કરડી ગયો

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઘૂટું ગામે રહેતા અક્ષય રમેશભાઈ ચૌહાણ (૩૦) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ત્યાં વીંછી કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

આરોપી પકડાયો

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં આરોપી મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કંપનીમાં હોવાની ચોક્કસ બાતમી ત્યની પોલીસને હતી જેના આધારે પોલીસ ત્યાંથી મોરબી આવી હતી અને લાલપર પાસે આવેલ એડિશન ગ્લાસ કંપનીમાંથી આરોપી ગૌતમ કેશુભાઈ ખાણીયા (૨૨) રહે, વિરડી તાલુકો માળીયાહાટીના વાળા મળી આવતા તેની ધરપકડ કરેલ છે અને તેને સાથે લઈ ગઈ હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે






Latest News