મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા પાંચની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે જુગાર રમવામાં આવતો હોવાની બાતમી મળી હોય તાલુકા પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી પાંચ ઈસમો જુગાર રમતા મળી આવતા રોકડ રકમ સાથે પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવા તથા સ્ટાફ રાઉન્ડમાં હતો દરમિયાનમાં મળેલી બાતમીના આધારે રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.ત્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૧૦,૦૫૦ સાથે અર્જુન સત્તાભાઇ પાંચિયા ભરવાડ (૩૦), મનુ ચોથાભાઉૉઇ ટોયટા ભરવાડ (૪૫), લાભુ રૂડાભાઈ સરૈયા (૨૫), રણજીત જલાભાઇ ટોયટા ભરવાડ (૨૨) રહે.ગીડચ અને સંજય માવજીભાઇ વાઘેલા જાતે દેવીપુજક (૩૫) રહે.બધા મચ્છુનગર રફાળેશ્વર તા.મોરબી જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલ જયદીપભાઇ થોભણભાઈ (૨૩) રહે.જુના દેવડીયા તા.હળવદનું બાઇક ત્યાં રસ્તામાં સ્લીપ થઈ જવાથી જમણા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર દ્વારા નોંધ કરીને આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ ખસેડવામાં આવ્યો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં મૂળ તમિલનાડુના પીયાગુભાઈ સુબ્રામણી (ઉમર ૨૫) નામના યુવાનને શ્રીધરભાઈ દ્વારા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પીયાગુભાઇની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ (જિલ્લા કક્ષાની સિવિલ ખાતે ટ્રોમા સેન્ટરનો અભાવ હોય) રાબેતા મુજબ ઇજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનને રાજકોટ ખસેડાયો હતો.જે અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે

બાળક સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાયમોલ પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા સમયે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં હિતેશ જસાભાઈ નાયક (ઉમર ૫) રહે.હાલ ઉંચી માંડલ પાસે તા.જી.મોરબી ને ઇજાઓ પહોંચી હતી જે બનાવમાં ઇજાગ્રસ્ત હિતેશ નાયક નામના બાળકને સારવાર માટે સિવિલે લઈ જવાયો હોય હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News