મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા ફાટક પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલ છકડા સાથે એક પકડાયો: પાંચની શોધખોળ


SHARE











મોરબીમાં માળીયા ફાટક પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલ છકડા સાથે એક પકડાયો: પાંચની શોધખોળ

મોરબીમાં માળીયા ફાટક પાસે પસાર થતી છકડો રિક્ષાને રોકીને પોલીસે તેની તલાશી લેતા તે રિક્ષામાથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા સહિત ૫૮૦૦૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલાવનાર અને મંગાવનારા સહિત વધુ પાંચ આરોપીના નામ મળ્યા છે જેથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી બી ડીવીઝ્ન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.એન.વાઢીયા તથા જે.એમ.જાડેજા, મેહુલભાઇ મઢવી, અજયસિંહ રાણા તથા દશરથસિંહ મસાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મેહુલભાઇ મઢવીને ચોકકસ બાતમી મળી હતી જેના આધારે માળીયા ફાટક પાસે પસાર થતી હકિકત વાળી છકડો રીક્ષા નં-જીજે-૧૩-વી-૪૧૯૪ વાળાની રોકીને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે રિક્ષામાથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને રીક્ષા ચાલક ગોપાલભાઇ મનસુખભાઇ માંડલીયા જાતે દેવીપુજક (ઉ-૧૯) રહે. ઢેઢુકી તાલુકો સાયલા વાળાને દારૂના જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસે ૬૦૦૦નો દારૂ તેમજ ૨૦૦૦ નો મોબાઈલ અને ૫૦૦૦૦ ની છકડો રીક્ષા મળીને કુલ ૫૮૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો

હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેની પાસેથી કાળુભાઇ દિપોભાઇ માંડલીયા રહે. ઢેઢુકી, મોહિતભાઇ ઘનશ્યામભાઇ કોળી રહે. ઢેઢુકી, દેવકુભાઇ દિપોભાઇ માંડલીયા રહે. ઢેઢુકી, દારૂનો જથ્થો મોકલનાર જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ કોળી રહે. ઢેઢુકી ગામ તથા દેશી દારૂ મંગાવનાર અનવરભાઇ હાજીભાઇ માલાણી રહે. મોરબી-ર કાંતીનગર વાળાના નામ સામે આવ્યા છે જેથી કરીને પોલીસે તેઓની સામે પણ ગુનો નોંધીને આ આરોપીઓને પણ પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News