મોરબીમાં માળીયા ફાટક પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલ છકડા સાથે એક પકડાયો: પાંચની શોધખોળ
મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપ યોજાયો
SHARE
મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપ યોજાયો
NEP ૨૦૨૦ (નવી શિક્ષણ નીતિ) ને સારી રીતે સમજીને તેનો અસરકારક અમલ થાય તે હેતુથી મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ખાતે ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, નવયુગ ગ્રૂપના પ્રમુખ પી.ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા, નવયુગ સંકુલના પ્રિન્સિપાલ યતિનભાઈ રાવલ, ચંદ્રકાન્તભાઈ દફતરી, રમેશભાઈ રૂપાલા, તુષારભાઈ દફતરી, લાયન્સ ક્વેસ્ટ એમ્બેસેડર મુકેશભાઈ પંચાસરા, ક્લબના પ્રમુખ ટી.સી. ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, પ્રોજેક્ટ ચેરમેન બીરેન્દ્રસિંહ રાઠોડ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા
મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસનાં ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપમાં ઇન્ટરનૅશનલ ટ્રેઇનર યોગેશભાઈ પોટા દ્વારા શિક્ષકોને બાળકો સાથે કઈ રીતે તાદાત્મ્ય જાળવવું, બાળકો દ્વારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા કેટલી અગત્યની છે તે સમજાવ્યું હતું. બાળકોને હસતાં-રમતાં ભાર વગરનું ભણતર આપીને ભારતના ભવિષ્યને વિદ્યાર્થીઓ થકી કઈ રીતે ઉજ્જવળ બનાવવું વગેરે બાબતો પર નવયુગ ગ્રૂપના ૪૦ શિક્ષકોને ટ્રેઇનિંગ અપાઈ હતી. આ સાથે નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીને ભણાવવાની નવીનતમ પધ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસના અંતે શિક્ષકો તરફથી ખૂબ જ હકારાત્મક તેમજ ઉત્સાહવર્ધક પ્રતિભાવો મળ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા સહિતના આ વર્કશોપનું સમાપન કરવામાં આવ્યું ત્યારે હાજર રહ્યા હતા અને ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપમાં ભાગ લેનારા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયાં હતાં