મોરબીના સાદુળકા ગામે યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા તેના કૌટુંબિક ભાઇની પોલીસે કરી ધરપકડ
મોરબી નજીક સરકારી જમીન ઉપર દબાણ કરનાર એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
SHARE
મોરબી નજીક સરકારી જમીન ઉપર દબાણ કરનાર એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
મોરબીનાં લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં જમીનમાં ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું જેથી મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ થોડા સમય પહેલા નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહે. બંન્ને લીલાપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧), ૪(૨), ૪(૩) તથા પ (ક), ૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી હતી અને હાલમાં એક આરોપી મનોજભાઇ વશરામભાઇ ભૂંભારિયા જાતે રબારી રહે. લીલાપર ગામના ઝાપા પાસે વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે