રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મૌન ધરણાં


SHARE









મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મૌન ધરણાં

શિક્ષકોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીની ડીઇઓ કચેરી ખાતે શિક્ષકો દ્વારા મૌન ધરણા કરવામા આવ્યા હતા અને સરકારે જે માંગણીઓને સસ્વીકારી હતી તેનો અમલ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘના હોદેદારોએ જણાવ્યુ છેકે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો માટે અગાઉ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં મિટિંગ મળી હતી અને વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલ મિટિંગમાં તમામ માંગણીઓ સરકારે સ્વીકારી હતી. જો કે, તેને લઈને મંત્રી દ્વારા પડતર પ્રશ્નો ઉકેવા માટે કોઈ પરિપત્ર કરેલ નથી જેથી કરીને આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કરીને આજે મોરબી શાળા સંચાલક મંડળ, મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને મોરબી જિલ્લા વહીવટી સંઘ દ્વારા મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવ્યા છે




Latest News