માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળીયા મીંયાણામાં થયેલા ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબી જિલ્લાના માળીયા મીંયાણામાં થયેલા ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી જિલ્લાના માળીયા(મિં.) ખાતે થયેલા ખૂન કેસનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં દલીલો બાદ કોર્ટ દ્વારા મર્ડરના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ કેસની વિગતો જોઇએ તો મરણ જનાર લેરાજી ચમનજી ઠાકોર રહે.અસાણા તાલુકો ભાંભોર જીલ્લો બનાસકાંઠા વાળાના ભાઇએ આરોપી દિનેશ વરજાંગ બોડાણા રહે.બેપણ સુઈગામ જી.બનાસકાંઠા સામે ફરીયાદ નોંધાવી હતી જેમા ફરીયાદીએ જણાવ્યું હતુ કે, ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૫૩૮૨ માં મરણ જનાર લેરાજી ચમનજી ઠાકોર ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય અને આરોપી દિનેશ વરજાંગે મરણ જનાર લેરાજી ચમનજી પાસે રૂપિયા ૧૦,૦૦૦ ની માંગણી કરી હતી અને કહેલ કે "મારે ઘરે જવું છે" જેથી મરણ જનાર ડ્રાઇવર લેરાજીએ આરોપી દિનેશ વરજંગને ઘરે જવાની ના પાડી હતી તેથી બંને વચ્ચે જે તે સમયે ઝઘડો થયો હતો અને તે દરમિયાન આરોપી દિનેશ વરજાંગે એકદમ ઉશ્કેરાઇ જઇને ટ્રકમાં પડેલ લોખંડના બોલ ખોલવાના પાનાનો એક ઘા મરણ જનાર ટ્રક ડ્રાઇવર લેરાજીને નાકના ભાગે અને બીજો ઘા માથાના ભાગે ફટકારી દેતા મરણ જનાર લેરાજી લોહી લુહાણ હાલતમાં ટ્રકના બોનેટ ઉપર ઢળી પડ્યો હતો અને મરણ ગયો હતો.જેથી કરીને પોલીસે મરણ જનાર લેરાજીના ભાઈની ફરિયાદ લઈને આરોપી દિનેશ વરજાંગ બોડાણાની અટકાયત કરી હતી અને તેની સામેનો કેસ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ પી.સી.જોશીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિનેશ વરજંગ બોડાણાના બચાવ પક્ષેથી વકીલ મનીષભાઈ પી.ઓઝા (ગોપાલ ઓઝા) તથા મહેનાઝૂેન એ.પરમારે કરેલી ધારદાર દલીલો તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરતા આરોપી દિનેશ બોડાણાને નિર્દોષ ઠેરવીને તેને છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષેથી એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા જેસીંગભાઇ લાલજીભાઈ ચૌહાણ નામના ૫૧ વર્ષના આધેડને તેના ઘરે તેઓના ભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા તેમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે. ચાવડા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જ ત્રાજપર વિસ્તારમાં રહેતા સુનિલ અવચર બારૈયા નામના ૨૪ વર્ષના યુવાનને પણ તેના ઘરે કોઈ બાબતે થયેલ ઝગડા બાદની મારામારીમાં ઈજા પહોંચી હોય તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ તપાસ માટે દવાખાને પહોંચે તે પહેલા જ સુનિલ બારૈયા હોસ્પિટલમાંથી કોઈને કંઇ જાણ કર્યા વિના ચાલ્યો ગયો હતો..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના દરબારગઢ પાસે રહેતા પ્રકાશભાઈ અમૃતભાઈ નડિયાધારા નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. તે બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેની સાથે વાહન અથડાવતા તેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હોય બનાવ અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News