મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના બિસ્માર રસ્તાને રીપેર કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE





મોરબીમાં શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના બિસ્માર રસ્તાને રીપેર કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા કલેક્ટરને રજૂઆત

હાલમાં પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરે શિવ ભક્તોની ભીડ રહેતી હોય છે જોકે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી ત્યાં દર્શન કરવા માટે થઈને આવતા જતા દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને કાઠીયાવાડ બાલ આશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને રસ્તાનું ત્વરિત રીપેરીંગ કામ કરવામાં આવે તેમજ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને શિવભક્તો સવાર સાંજ શિવ મંદિરે જતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો કુબેર ટોકીઝથી લઈને શોભેશ્વર મંદિર સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે અથવા તો નથી જેના કારણે શિવ મંદિરે દર્શન કરવા માટે થઈને જતા શિવભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વહેલી સવારે અથવા તો મોડી સાંજના આ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મહિલાઓ, બાળકો સહિતના શિવભક્તોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કાઠીયાવાડ બાલાશ્રીમ સંચાલિત વૃદ્ધાશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીનો જે રસ્તો અતિબિસ્માર હાલતમાં છે તેનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે અને શોભેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોકનું કામ કરવામાં આવેલું હતું જે પૂર્ણ કરવામાં આવેલ નથી જેથી કરીને દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ કુબેર ટોકીઝ થી લઈને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા ઉપર વૃદ્ધાશ્રમ, વિકાસ વિદ્યાલય, આંબેડકર ભવન વિગેરે આવેલ હોય ત્યાં અવરજવર કરતા લોકોને પણ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને લોકોની હાલાકી દૂર થાય તે માટે રસ્તાનું રીપેરીંગ કામ ઝડપથી કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે




Latest News