સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની


SHARE









મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાડેશ્વર ગામે આવેલ જીઆઇડીસી સામે અરૂણ ઓટો સ્પ્રિંગ નામના કારખાનાના સેડમાં ઓઇલના ટેન્ક પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં નુકસાની થવા પામતા પોલીસમાં જાણ કરાઈ હોય પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ શક્તિ પ્લોટમાં આવેલ શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેકભાઈ મહેશભાઈ મહેતા જાતે જૈન વાણીયાએ તાલુકા પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે રફાળેશ્વર ગામે આવે જીઆઇડીસી સામેના અરૂણ ઓટો સ્પ્રિંગ નામના શેડમાં સ્પ્રિંગ (કમાન પાટા) બનાવવાના યુનિટમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું તે મુજબ યુનિટમાં કામ કરી રહેલા ભાણજીભાઈ મંગાભાઈ પરેચા અને વિનોદભાઈ બાબુલાલ સૂર્યવંશી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં હાઇડ્રોલિક ગેસથી ચાલતી ભઠ્ઠીમાંથી ઊંચા તાપમાને ગરમ થયેલા લોખંડના પાટા ઓઇલ ટેંકના સંપર્કમાં આવતા આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ઓઇલ ટેન્કમાં તથા આસપાસમાં નુકસાની થઈ હતી. આગમાં નુકસાની થવા અંગે તેઓ દ્વારા તાલુકા પોલીસમાં કરવામાં આવેલી ઉપરોકત જાણના પગલે હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી રોડે સિરામિક યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતા વિકાસ રામપાલભાઈ મૌર્ય નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી ગયો હોય તેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

માળીયા મિંયાણા ખાતે રહેતા મરીયનબેન કરીમભાઈ જેડા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેઓ કોઈ કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયા હોવાથી માળિયા ખાતેની હોસ્પિટલે સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે એ ડિવિઝનમાં થયેલી જાણ ના પગલે તપાસ અધિકારી હરેશભાઈ ચાવડાએ પહોંચીને આ બાબતે વધુ તપાસ શરૂ કરી હતી અને બનાવ માળિયા પંથકનો હોય ત્યાં આ બાબતે જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.






Latest News