મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન


SHARE









મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન

મોરબી જિલ્લા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત વિધાનસભા ચૂંટણી ડીસેમ્બર-૨૦૨૨ પહેલાં ગુજરાત સરકારના તત્કાલીન મંત્રીઓની બનેલી કમિટિ સાથે થયેલ સમાધાન મૂજબ પડતર પ્રશ્નોના ઠરાવો-પરિપત્રો નહી થતાં "ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ"ના આદેશ મૂજબ "મોરબી જિલ્લા શેક્ષણિક સંઘ સંકલન સમિતિ" દ્બારા આંદોલનના સાતમાં તબક્કામાં "રામધૂન"નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતી આ બાબતે સમિતિના પ્રમૂખ સંજીવભાઈ જાવિયા અને મહામંત્રી મુસ્તાકભાઈ ભોરિયાના જણાવ્યા મૂજબ વિવિધ પડતર પ્રશ્નો જેવા કે ૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવી, સી.પી.એફ.ખાતામાં કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારએ ૧૪ %રકમ જમા કરવી, નિવૃતિ સમયે ૩૦૦ જમા રજાનું રોકડમાં રૂપાંતર કરવું, કલાર્ક-પટ્ટાવાળા-જૂના શિક્ષકોની ભરતી કરવી, આચાર્યને ૫/૧/૬૫ મૂજબ ઈજાફો આપવો સહિતના વિવિધ પ્રશ્નો બાબતે મોરબી ખાતે શનાળા રોડ પર આવેલ પંચમૂખી રોકડિયા હનુમાન મંદીરે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ એકઠા થઈને સરકરનું ધ્યાન દોરવા "રામધૂન"નો અનોખો કાર્યક્રમ રાખેલ હતી .આ કાર્યક્રમને સફળ બનાવવા ઉ.મા.શિક્ષક સંઘ પ્રમૂખ ભગવાનભાઈ કુંભરવાડિયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી, માધ્યમિક શિક્ષક સંઘ પ્રમૂખ બાબુલાલ હુંબલ તથા વહિવટી સંઘ પ્રમૂખ રાઘવભાઈ સંઘાણી,  મહામંત્રી ભાવેશભાઈ પ્રજાપતિ વગેરેએ જહેમત ઉઠાવુ હતી. અંતમાં આચાર્ય સંઘના પ્રમૂખ એસ.પી. સરસાવાડિયાએ સંગઠનને મજબૂત બનાવવાની અપીલ સાથે સૌનો આભાર માન્યો હતો.




Latest News