મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજીવી વાતે યુવાની હત્યા, ત્રણને ઈજા


SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજીવી વાતે યુવાની હત્યા, ત્રણને ઈજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે આવેલા ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થયા બાદ યુવાનની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન પોતાના ફઈબાના ઘરે ભીમસર વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેઓની કૌટુંબીક બહેન પણ સાસરે હોય તેણીના ઘરે ઝઘડો થયો હતો અને ત્યાં મૃતક વચ્ચે સમજાવવા માટે ગયો હતો.ત્યારે ઝઘડો થવાથી તે બનાવમાં સામાપક્ષેથી કરાયેલ છરી વડેના હુમલામાં યુવાનનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ઉપરોકત મર્ડરનો બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રવિભાઇ જશુભાઈ ઝાલા નામના ૩૨ વર્ષીય યુવાનની હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે આ બનાવની અંદર લલિત કેસાભાઇ ઉર્ફે જેઠાભાઈ વાઘેલા (૪૫), કેશાભાઈ ટપુભાઈ વાઘેલા (ઉંમર ૬૨) અને મંજુબેન કેશાભાઈ વાઘેલા (ઉમર ૬૦) રહે.ત્રણેય ભીમસર વાળાઓને પણ ઇજાઓ થવાથી ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકત્રી થયેલા લોકો તથા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ ઝાલાના ફઈબા સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા હોય તે ત્યાં ગયો હતો અને તે પરિવારમાં જ મૃતકના ભાઈજીની દીકરી સાસરે હોય ત્યાં ઝઘડો થયો હતો ત્યારે મૃતક રવિ જશુભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો.તે દરમિયાન ત્યાં થયેલ ઝઘડામાં છરી વડે પડખાના ભાગે કરવામાં આવેલા ઘા પૈકી એક ઘા જીવલેણ સાબિત થયો હતો અને રવિ ઝાલા નામના યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવના સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવાડીયા તથા સ્ટાફ અને એલસીબી સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો.બનાવ સંદર્ભે ફરિયાદ લેવાની અને આરોપીઓને પકડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરાયેલ છે.




Latest News