મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

સાળંગપુરમાં માત્ર ભીતચિત્રો જ નહીં હનુમાનજીની મુર્તિનું તિલક પણ બદલાવવાની મોરબી-ટંકારા સાધુ સમાજની માંગ


SHARE









સાળંગપુરમાં માત્ર ભીતચિત્રો જ નહીં હનુમાનજીની મુર્તિનું તિલક પણ બદલાવવાની મોરબી-ટંકારા સાધુ સમાજની માંગ

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તથા વિવાદિત ચિત્રોને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

છેલ્લા ઘણા દિવસોથી સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી છે અને તેની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે અને તે ભીંત ચિત્રો હટાવવામાં આવે તેવી માંગ સાથે જુદા જુદા સમાજના સંગઠનો તથા સાધુ સમાજ દ્વારા માંગ કરવા આવી રહી છે અને તેને લઈને બેઠકો પણ સાળંગપુર ખાતે યોજાઇ હતી જો કે હજુ સુધી તે ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા નથી અને કોઈ સ્પષ્ટ વાત પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવતી નથી ત્યારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જોકે આવેદનપત્ર પાઠવતા પહેલા મોરબી કલેકટર કચેરીના પટાંગણમાં એકત્રિત થયેલા સાધુ સમાજના સંતો તથા હાજર રહેલા તમામ લોકો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય શ્રીરામ અને જય હનુમાનના જય ઘોષ કરવામાં આવ્યા હતા ત્યાર પછી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવાદિત ભીંત ચિત્રોને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેની સાથો સાથ હનુમાનજીની જે વિશાળ કદની મૂર્તિ ત્યાં સાળંગપુરના પટાંગણમાં મૂકવામાં આવી છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રકારનું તિલક કરવામાં આવે છે તેવું તિલક કરેલું છે તે તિલક હટાવીને ત્યાં સાધુ સમાજ દ્વારા જે તિલક કરવામાં આવે છે તે પ્રકારનું તિલક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે આ તકે રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાજી, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના સાધુ સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા




Latest News