મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ઓક્સફર્ડ-હાર્વર્ડ યુનિ.ના વેલ એજ્યુકેટેડ સ્વામી પાસે ધર્મ સહિતાનું જ્ઞાન જ નથી !: નિજાનંદ સ્વામી


SHARE







ઓક્સફર્ડ-હાર્વર્ડ યુનિ.ના વેલ એજ્યુકેટેડ સ્વામી પાસે ધર્મ સહિતાનું જ્ઞાન જ નથી !: નિજાનંદ સ્વામી

હાલમાં સમગ્ર ભારત દેશની અંદર સાળંગપુર મંદિરમાં જે હનુમાનજીની પ્રતિમા વિશાળ કદની મૂકવામાં આવી છે તેના ભિચિત્રોને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોરબીમાં ચાલતી સારસ્વત કથામાં આવેલા સ્વામી નિજાનંદે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીના વેલ એજ્યુકેટેડ સ્વામી હોવાનું કહેનારાઓ પાસે ધર્મ સહિતાનું જ્ઞાન જ નથી ! વર્ષો પહેલા જે લોકો પાસે અક્ષર જ્ઞાન ન હતું તેમણે પણ રાષ્ટ્ર લેવલે ધર્મ ક્ષેત્રે ખૂબ મોટા સ્તંભો સ્થાપિત કર્યા છે પરંતુ આ ત્યાગના દેશની હિન્દુ પરંપરાના મૂળ આધારને સ્વામીને સંપ્રદાય વાળાએ સમજવાની ખાસ જરૂર છે અને તેઓ ઇકોનોમિકલ આધારે કોઈના ઉપર હાવી થઈ શકે નહીં અને પ્રભાવ પાડી શકાય તેવી ટકોર પણ કરી છે

મોરબી નજીકના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન હરિહર ગામ ખાતે હાલમાં સારસ્વત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા જિલ્લા તથા રાજ્યોમાંથી સાધુ સંતો સહિતના લોકો આવી રહ્યા છે ત્યારે ગોતરકા બ્રહ્મચર્ય આશ્રમના સ્વામી નિજાનંદ પણ હાલમાં મોરબી આવ્યા છે ત્યારે બોટાદના સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારબાદ તે પ્રતિમાની નીચે મૂકવામાં આવેલા ભીંત ચિત્રોને લઈને સમગ્ર ભારત દેશની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે અને ઠેર ઠેરથી લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેમજ સાધુ-સંતો સહિતનાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અને આ ચિત્રોને હટાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે ત્યારે નિજાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે ઇકોનોમિકલ આધારને લઈને કોઈના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય હાવી થઈ શકે નહીં અને પ્રભાવ પાડી શકે નહીં એક બાજુ નાકના ટેરવા ઊંચા કરીને ઓક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીના વેલ એજ્યુકેટેડ હોવાનું કહીને સ્વામીઓ વાત કરતા હોય છે જ્યારે બીજી બાજુ તેમની પાસે ધર્મ સંહિતાનું એજ્યુકેશન જ નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી. કારણ કે વર્ષો પહેલાં જેમની પાસે અક્ષર જ્ઞાન પણ ન હતું તેઓએ રાષ્ટ્રીય લેવલે ધર્મ ક્ષેત્રે સ્તંભો સ્થાપિત કર્યા છે જો કે, વર્ષો પહેલા જે વચનામૃતમાં લખાયેલું છે તેની રંગોળી હવે ધીમે ધીમે બહાર આવી રહી છે અને આ લોકોને ધર્મનો દરજ્જો મેળવવો છે પરંતુ આવી રીતે હવાતિયા મારવાથી ધર્મનો દરજ્જો ન મેળવી શકાય તેવી પણ તેમણે ટકોર કરેલ છે






Latest News