મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે ક્રેઇનના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા દંપતીને હડફેટે લીધું: યુવાનનો પગ કપવો પડયો


SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે ક્રેઇનના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા દંપતીને હડફેટે લીધું: યુવાનનો પગ કપવો પડયો

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના નજીક દંપતી મોટર સાયકલ સાથે ત્યાં ઊભૂ હતું ત્યારે ત્યાંથી નીકળેલ ક્રેઇનના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને તેમાં યુવાનને પગમાં ઘૂંટીથી નીચેના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને મહિલાને પણ ઇજા થઈ હોવાથી બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના જમણા પગનું ઘૂંટી પાસેથી ઓપરેશન કરીને પગ કાપવો પડ્યો છે જો કે, અકસ્માત સર્જીને ક્રેઇનનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર દાણાવાડાના રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સ્કોટલેન્ડ સેનેટરીમાં રહેતા અને ત્યાં કામ કરતા સોમજીભાઈ કાનાભાઈ પારઘી (૪૯)એ અજાણ્યા ક્રેઇન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામથી આગળના ભાગમાં સિરામિક કારખાના પાસે તેઓ રોડ સાઈડમાં તેના પત્ની મંજુબેન સાથે પોતાનું બાઈક નંબર જીજે ૧૩ બીએ ૮૭૪૩ લઈને ઊભા હતા ત્યારે ક્રેઇન નંબર જીજે ૩૬ એસ ૨૦૨૧ ના ચાલકે બેફિકરાયથી પોતાના હવાલા વાળી ક્રેઇન ચલાવી હતી અને દંપતી તથા તેના બાઇકને હડફેટે લીધું હતું અને ત્યારે ફરિયાદી સોમજીભાઈ પારઘીના જમણા પગના ઘૂંટીનો ભાગ ક્રેઇન નીચે ચગદાઈ ગયો હોવાથી તેને ગંભીર થઈ હતી અને તેના પત્નીને પણ ઇજા થયેલ હોવાથી તે બંનેને ૧૦૮ મારફતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં આધેડના પગમાં ઘુટીના ભાગે ગંભીર હોવાથી ઓપરેશન કરીને ત્યાંથી પગ કાપવો પડેલ છે જો કે, અકસ્માત સર્જીને ક્રેઇનનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા રતિલાલ કેશવજીભાઈ સોલંકી નામના ૨૪ વર્ષના યુવાનને ગોર ખીજડીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને મારામારીના કારણ બાબતે વધુ તપાસ ચલાવામાં આવી રહી છે.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં ત્યાં રહેતા મનીષાબેન હરસુખભાઈ હળવદિયા નામની ૨૩ વર્ષીય યુવતીને પોતાના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી અને આ બાબતે પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા મહેન્દ્રનગર ગામે બન્યો હતો જ્યાં ઉમા હોટલ નજીક થયેલ મારામારીના બનાવમાં મનહરભાઈ કાનાભાઈ દેવ નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવામાં આવી હતી.






Latest News