મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભીમસરમાં થયેલ યુવાનની હત્યાનો ખાર રાખીને ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર માર્યો


SHARE









મોરબીના ભીમસરમાં થયેલ યુવાનની હત્યાનો ખાર રાખીને ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર માર્યો

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર વિસ્તારમાં યુવાનને છરીના ઘ મારીને તેની હત્યા કરવામાં આવી છે જેની ફરિયાદ નોંધાઇ હતી હવે સામાપક્ષેથી પણ વૃદ્ધ દ્વારા ત્રણ શખ્સોની સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની તથા ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા જાતે વાલ્મિકી (૬૨)એ ભલાભાઇ નાથાભાઈ ઝાલા, ઝાલાભાઇનો દીકરો ચનો અને સુમલો રહે ત્રણેય મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા તથા પૌત્રએ આરોપીના ભત્રીજા રવિન્દ્રભાઈને મારામારી કરીને છરી મારી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધોકા લઈને તેના ઘરે આવ્યા હતા અને છૂટા પથ્થરના ઘા કરીને તેમજ ફરિયાદી અને સાહેદોને ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને તેઓને ઈજા થઈ હતી ત્યારે લલિતભાઈને હાથ અને પગમાં ઇજા થઈ હતી તો મંજુબેનને મોઢા ઉપર મૂઢ ઈજા થઈ હતી અને આરોપીઓએ તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાં તોડફોડ કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News