મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કરાયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં કરાયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થઇ હતી ત્યારે યુવાનને છરીના જીવલેણ ઘ ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને હત્યના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિને સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ છે

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતો રવિભાઇ જયસુખભાઈ ઝાલા (૩૨) મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ફઈબાના ઘરે ગયો હતો ત્યારે કલેજ લલિતભાઈ વાઘેલા કે જેના ઘરે રવિભાઇ જયસુખભાઈ ઝાલાના ભાઈજી(મોટાબાપુ) ની દીકરી સાસરે છે તે ગાળો બોલીને ઝઘડો કરી રહ્યો હતો જેથી કરીને રવિભાઈ જયસુખભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો. તે દરમિયાન ત્યાં તેની સાથે ઝઘડો થયો હતો અને ત્યારે તેને  છરી વડે પડખાના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડીયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાના પિતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલા (૫૫) એ કલેજ લલિતભાઈ, લલિત કેસાભાઈ અને રાજુ કેસાભાઈ રહે. બધા ભીમસર વિસ્તાર વાળા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં કલેજ લલિતભાઈ વાઘેલા (૩૧), લલિત કેસાભાઈ વાઘેલા (૪૫) અને રાજુ કેસાભાઈ વાઘેલા (૪૪) રહે. ભીમસર વિસ્તાર વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાજકોટના બાળ સુધારણા ગૃહ ખાતે મોકલવામાં આવેલ છે 




Latest News