મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી


SHARE









મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નવી પોસ્ટ ઓફિસ પાસેના ચોકમાં સદગુરુ પાનની બાજુમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાશે

આગામી તા ૭ ના રોજ ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે જન્માષ્ટમી નિમિતે ભગવાન કૃષ્ણના સામૈયા, એક સાંજ સંસ્કૃતિ કે નામ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર તથા કશ્યપ અગ્રાવત, રાહુલ મકવાણા (સાજિંદા ગૃપ) જમાવટ કરશે અને રાતે ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક લાલુભા માનુભા ઝાલાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

માધાપરવાડી શાળા
મોરબીની માધાપરવાડી શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાવામાં આવે હતી ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નૃત્યગીતો રજૂ કર્યા હતા. આ સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા, બેસ્ટ રાધા જેવી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ તરીકે નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજાએ કામગીરી બજાવી હતી. આ સ્પાર્ધાના અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.




Latest News