મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નીતિનનગરમાં ઘરમાંથી દારૂની ૧૦૦ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના નીતિનનગરમાં ઘરમાંથી દારૂની ૧૦૦ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી નજીકના સનાળા ગામે આવેલ નિતીનનગરમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૧૦૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૫૬,૮૦૦ નો દારૂ જથ્થો તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતી બે લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને ૨,૫૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા ગામ પાસે આવેલ નીતિનનગરમાં રહેતા ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૦૦ બોટલો મળી આવતા પોલીસે ૫૬૮૦૦ નો દારૂનો જથ્થો તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ક્રેટા કાર નંબર જીજે ૮ સીઆર ૫ જેની કિંમત બે લાખ રૂપિયા આમ કુલ મળીને ૨,૫૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) રહે. નીતિનનગર સનાળા વાળાની ધરપકડ કરેલ છે અને દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. નીતિનનગર સનાળા વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News