મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ


SHARE









મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને જેમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (ઉમર ૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો.ત્યારે મંદિરે રહેલા સામાવાળા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે.બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુ વજે માર માર્યો હતો.તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો.મારામારીના આ બનાવમાં જયેશભાઇ ખાંભલાને નાકના ભાગે ફ્રેક્ચર થઇ ગયુ હતુ.હાલ ચારેયની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

આ બનાવમાં સામેના પક્ષેથી વિક્રમભાઈ છગનભાઈ જારીયા જાતે બોરીચા (ઉંમર ૪૦) રહે.જેલચોક સામે બોરીચા વાસવાળાએ પણ જયેશ હમીર ખાંભલા જાતે રબારી રહે.જેલચોક વાળાની સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મંદિરે આવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં સામેવાળાએ તેઓને તથા તેમની સાથેના લોકોને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.




Latest News