મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક મૂકીને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતકના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતા ચોક પાસે રહેતા હિતેશભાઈ કરસનભાઈ ચૌહાણ (૨૧)એ હાલમાં ટ્રક નંબર જીજે ૨૧ ડબલ્યુ ૭૭૧૧ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોટાભાઇ ભાઈ શીવાભાઈ કરસનભાઈ ચૌહાણ (૩૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૮૫૬૨ લઈને મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સતનામ કાંટા સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈ શીવાભાઈને કમર, બંને પગ અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આરોપી પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા પપ્પુભાઈ પદારીયાભાઈ શહાની (૩૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી અને તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ટેન્શનના કારણે યુવાન ફિનાઇલ પી ગયો હતો




Latest News