મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે


SHARE









મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી નજીકના સિંચાઈનું પાણી પૂરું પડતાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને આ કેનાલ મારફતે વરસાદ ન આવે તો તેના પાકને બચાવવા માટે બે પાણ પાણી આપવામાં આવશે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમ, મચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કે, ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને મચ્છુ-૨ ની કેનાલ મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મચ્છુ-૨ ડેમમાંથી તા ૧૧ ના રોજ રાતના સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના થકી સિંચાઇ કરીને કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવીને તેના ખેતરમાં ઊભા પાકને બચાવી શકશે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૩૦૦ એમસીએફટી પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વરસાદ ન આવે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું બે પાણ પાણી મળી રહેશે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઇ માટે જે પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેનાથી મોરબી તાલુકાનાં ૨૦ ગામના ખેડૂતોને લાભ થશે અને તેઓ પોતાના ખેતરોમાં ઊભા પાકને બચાવી શકશે




Latest News