મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ


SHARE









મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધરે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો. ત્યારે મંદિરે રહેતા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુનો માર માર્યો હતો. તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આ ગુનામાં વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા (૪૦) અને વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા જાતે બોરિચા (૪૨) છગનભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૭૭) અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૬૫) રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા દક્ષાબેન જયદીપભાઇ ડાભી (૨૫) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News