મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંત માફી માંગે: મોરબીના સંતો-મહંતોની માંગ


SHARE









ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંત માફી માંગે: મોરબીના સંતો-મહંતોની માંગ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ખોડિયાર માતાજીના ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના સંતો, મહંતો અને ખોડીયાર ભક્તો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દ્વારા માફી માંગવામાં આવે અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે તેવી માંગ કરવામાં આવી છે

છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કોઈને કોઈ વિવાદમાં રહે છે થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હતો. ત્યાર પહેલા પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ છે જેમાં સ્વામીને સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી રહી છે તેને શખ્ત શબ્દોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના ખોડીયાર ભક્તો દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને ખોડીયાર ધામના મહંત ચેતન બાપુ તેમજ મોરબી નજીકના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના સંતો-મહંતો તેમજ ખોડીયાર ભક્તો દ્વારા મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને સ્વામીને સંપ્રદાયના જે સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે સંત દ્વારા માફી માંગતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે




Latest News