મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ


SHARE







ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે યુવાનને રોકીને માલઢોર ચરાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી જાતે પટેલ (૪૨)એ હાલમાં રોહિતભાઈ સિંધાભાઈ ભરવાડની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે તેને જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે આરોપીએ રોકીને પોતાના માલ ઢોર ચરાવતા માણસોને કેમ માલ ઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ડાબા હાથની આંગળી ઉપર અને ખભા ઉપર લાકડી વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી આ બનાવમાં રોહિતભાઈ સિંધાભાઈ ટોડીયા જાતે ભરવાડ (૨૪) રહે. ટંકારા વાળાએ પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓ તથા સાહેદ સાહિલે આરોપીની વાડીમાં તેમના માલ ઢોર ચરાવેલ ન હોય તેમ છતાં તેનું નામ દેતા હોવાથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા લાકડી વડે વાસામાં ભાગે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારે સાહેદ વચ્ચે પડતા તેને કપાળના ભાગે માર મારતા ફૂટ જેવી ઈજા થઈ ગઈ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News