મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી, દ્વારા તા. ૧૧ થી ૧૬ દરમિયાન કૃષિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧૩ ના રોજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ખાસ હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. જેથી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના ઉપભોક્તા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કેન્દ્રના વડા ડો. જીવાણી, વૈજ્ઞાનિક ડી.એ.સરડવા અને એમ.બી. ભોરાણીયાએ ખેડૂતોને ફિલ્ડ મુલાકાત તેમજ હલકા ધાન્યની આહારમાં મહત્તા  અને તેની ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી ખેડૂત વક્તા જિલ્લા સંયોજક દાજી બાપુએ પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન કઈ રીતે મેળવવું તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વી.પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી.જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. છોડવાડીયા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમમાં પ્રાકૃતિક શાકભાજી પ્રોત્સાહક મંડળ તરફથી  પ્રાણજીવન ભાઈ કાલરીયા, મણીભાઈ ગડારા અને મનુભાઈ કૈલા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.




Latest News