મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE









મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪ થી ૧૬ સવારે ૧૦ થી સાંજે ૫  વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત  વિવિધ સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવપીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ-ટંકારા, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. અને ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે




Latest News