સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે હરાજીમાં ૩૭ લાખમાં મેળાનું મેદાન રાખ્યા બાદ ઉઘાડી લૂંટ !, ખાણીપીણી-રાઇડ્સના બમણા ભાવ: કલેક્ટર મૌન ?


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે હરાજીમાં ૩૭ લાખમાં મેળાનું મેદાન રાખ્યા બાદ ઉઘાડી લૂંટ !, ખાણીપીણી-રાઇડ્સના બમણા ભાવ: કલેક્ટર મૌન ?

મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા શ્રાવણી અમાસ નિમિત્તે દર વર્ષે બે દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે મેળાનું મેદાન છેલ્લા વર્ષોમાં હરાજીમાં ૧૨ થી ૧૩ લાખમાં આપવામાં આવતું હોય છે જો કે, ચાલુ વર્ષે ત્રણ ગણી વધુ રકમ એટ્લે કે ૩૭ લાખ રૂપિયામાં મેળાનું મેદાન હરાજીમાં આપવામાં આવ્યું છે અને મેળાની અંદર જે સ્ટોલ અને રાઈડ્સ મૂકવામાં આવેલ છે ત્યાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે પહેલા જ દિવસથી બમણા ભાવ હોવાનું મેળામાં આવેલા લોકો અને રફાળેશ્વર ગામના લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

શ્રાવણ માસ દરમિયાન જુદી જુદી જગ્યા ઉપર લોકમેળાના આયોજન થતા હોય છે જેમાં સૌ પ્રથમ સમગ્ર ભારતની અંદર જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ માસના બીજા સોમવારે મેળો યોજાય છે ત્યારબાદ જુદા જુદા સેન્ટરો ઉપર લોકમેળાના આયોજનો કરવામાં આવતા હોય છે મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા વર્ષોથી ધોળેશ્વર સ્મશાન પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું (તે સમયે પાલિકા માત્ર ત્રણથી ચાર લાખમાં મેળાનું મેદાન ચાર દિવસ માટે આપતી હતી) પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને લોકોને ના છૂટકે ખાનગી મેળામાં જવું પડે છે અને ત્યાં મન ફાવે તેવા ભાવ વસ્તુઓના અને રાઇડ્સના લેવામાં આવતા હોય છે તેમ છતાં પણ તેની સામે અધિકારીઓ દ્વારા આંખા આડા કાન કરવામાં આવતા હોય છે તે નરી વાસ્તવિકતા છે

મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસના દિવસે પિતૃ તર્પણનું ખૂબ મોટું મહત્વ હોવાથી ત્યાં બે દિવસના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ શિવતરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે શ્રાવણી અમાસ નિમિતે જે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેના માટે મેદાન હરાજી કરીને આપવામાં આવે છે જો કે, અગાઉ મેળાના મેદાનની હરાજી કરવામાં આવતી ત્યારે અંદાજે ૧૨ થી ૧૩ લાખ રૂપિયાની આવક જાંબુડીયા ગ્રામ પંચાયતની થતી હતી તેવું જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ અને તલાટી મંત્રી સાગરભાઈ પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે આ વખતે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરાજી કરવામાં આવી ત્યારે જુદી જુદી સાત પાર્ટીઓ દ્વારા તે હરાજીમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ત્યારે મેળાના મેદાન માટે જે બોલી બોલવામાં આવી તેમાં અત્યાર સુધીની સૌથી વધુ ૩૭ લાખ રૂપિયાની આવક થયેલ છે

અત્રે ઉલ્લેખીએ છે કે ચાલુ વર્ષે શ્રાવણ મહિનામાં સાતમ આઠમના મેળા માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાના મેદાનની હરાજી કરવામાં આવી હતી તેમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૯.૫૧ લાખની આવક વાંકાનેર પાલિકાને થયેલ હતી જો કે, મોરબી જીલ્લામાં જેટલા પણ મેળા યોજાયા હતા તેમાં સૌથી ઊંચી કિંમત એટ્લે કે ૩૭ લાખ રૂપિયા આપીને માત્ર બે દિવસના લોકમેળાનું રફાળેશ્વર મંદિર પાસે આયોજન ત્યાં કરવામાં આવ્યું છે અને આ રકમ રિકવર કરવા માટે થઈને પહેલા જ દિવસથી મેળામાં ખાણીપીણીની વસ્તુ, રમકડા તેમજ રાઇડ્સની અંદર જે છેલ્લા વર્ષોમાં ભાવ હતા તેના કરતા બમણા ભાવ લેવામાં આવતા હતા તેવું મેળાને માણવા માટે અને મંદિરે દર્શન કરવા માટે ગયેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે

જાંબુડિયા ગામના વર્તમાન સરપંચ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે રાઈડના ભાવ ૫૦ થી ૮૦ રૂપિયા વચ્ચે હતા જો કે, આ વર્ષે પહેલા જ દિવસે મેળામાં મૂકવામાં આવેલ જુદી જુદી રાઈડનો ભાવ પ્રતિ વ્યક્તિએ ૧૦૦ રૂપિયા રાખવામા આવ્યો હતો વધુમાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ ઠંડા પાણીની બોટલ, આઈસ્ક્રીમ વગેરે જેવી ખાણીપીણીની વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓના બમણા ભાવ લેવામાં આવતા હતા તો પણ કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા તે મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જે મેળાનું મેદાન બે દિવસ માટે છેલ્લા વર્ષોમાં ૧૨ થી ૧૩ લાખમાં આપવામાં આવતું હતું તે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરીને ચાલુ વર્ષે ૩૭ લાખમાં આપવામાં આવ્યું છે ત્યારે ઊંચી રકમ આપીને માત્ર બે દિવસના મેળાનું મેદાન લેવામાં આવ્યું છે તે રકમ આ રીતે મેળો માણવા માટે આવતા લોકો પાસેથી વસૂલ કરવાની છે કે શું તેવો અણીદાર સવાલ ઉઠી રહ્યો છે






Latest News