સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિતે બે દિવસીય યોગ શિબિર યોજાશે


SHARE









મોરબીમાં પ્રધાનમંત્રી મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિતે બે દિવસીય યોગ શિબિર યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિતે ગુજરાતમાં ૭૩ યોગ શિબિર યોજાવાની છે ત્યારે મોરબી જિલ્લામાં બે દિવસની યોગ શિબિર યોજવાની છે જેમાં આવનારા લોકોને ઓનલાઈન ફોર્મ ભરીને તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની યોગમય ઉજવણી મોરબીમાં કરવામાં આવશે અને બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૭૩ સ્થળોએ બે દિવસની નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે મોરબીમાં રામોજી ફાર્મ, કેનાલ રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ સવારે ૬ થી ૮ બે દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઘર-ઘર સુધી યોગ પહોંચે જેથી દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. રોગ, ચિંતા, તનાવથી મુક્ત બને. યોગને જીવનમાં અપનાવે અને હંમેશા સવસ્થ અને સુખી રહે તે હેતુથી છે.

મોરબી જિલ્લાના દરેક નાગરિકો, યોગ વિષયમાં રુચિ ધરાવનાર વ્યક્તિઓ, યોગ પ્રેક્ટિસ કરનાર યોગ સાધકો, યોગ વિષય માં કાર્યરત સર્વે સંસ્થાઓ, યોગ કોચ, યોગ ટ્રેનર્સ-ટીચર્સ, વિવિધ આધ્યાત્મિક, વ્યાપારિક અને સામાજિક સંસ્થાઓને સભ્યો અને પરિવાર સાથે યોગ શિબિરમાં જોડાવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શિબિરમાં આવનારા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ (અંગ્રેજી કેપિટલ લેટરમાં) ભરીને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે અને તે https://forms.gle/DnFhD9pf5j4UeGeV8 આ લિન્ક ઉપરથી મળશે તેમજ વધુ માહિતી માટે યોગ ટ્રેનર મયુર કારીયા, વાલજીભાઈ પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ)નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News