મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત
Breaking news
Morbi Today

ટંકારા બી.આર.સી. ભવન દ્વારા તાલુકાના શિક્ષકોના ઇનોવેશનનો વર્કશોપ યોજાયો


SHARE







ટંકારા બી.આર.સી. ભવન દ્વારા તાલુકાના શિક્ષકોના ઇનોવેશનનો વર્કશોપ યોજાયો

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન ટંકારા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે એજ્યુકેશનલ ઇનોવેશન વર્કશોપનું આયોજન મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રાથમિક વિભાગમાંથી ૯ શિક્ષકોએ તેમજ માધ્યમિક વિભાગમાં ૧ શિક્ષક દ્વારા તેમના દ્વારા કરાયેલા નવાચારનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે અલગ રીતે વિચારીને શિક્ષકોએ કરેલા નવતર પ્રયોગો માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ તકે મૂલ્યાંકન કમિટીમાં ડાયટ લાયઝન સોનલબેન ચૌહાણ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, છત્તર માધ્યમિક શાળાના આચાર્ય શિલ્પાબેન તેરૈયા તેમજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી અને જલ્પાબેન ગોસ્વામીએ હાજરી આપી તમામ ઇનોવેશનમાંથી શ્રેષ્ઠ ૩ ઇનોવેશનની પસંદગી કરી હતી.

ઇનોવેશન રજૂ કરનાર શિક્ષકોમાં પ્રાથમિક વિભાગમાં કાસુન્દ્રા ચંદુલાલ જે., ઘેટિયા નેહાબેન એચ., ભાલોડિયા ચેતનભાઈ બી., પટેલ કલ્પેશભાઈ એચ., સાંચલા ગીતાબેન એમ., રાઠોડ અનિલભાઈ એન., પુજારા સ્વાતિબેન વી., પાલરીયા નૈમિષભાઈ ડી., સંઘાણી સુનિલભાઈ એમ. અને માધ્યમિક વિભાગ વાટકીયા પ્રવિનચંદ્ર બી. નો સમાવેશ થાય છે આ તકે તમામ ભાગ લેનાર શિક્ષક મિત્રોને પ્રમાણપત્ર આપી વર્કશોપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ વર્કશોપ સફળ બનાવવા મિતાણા તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારધી તેમજ સી.આર.સી. ભાવેશભાઈ દેત્રોજા અને હેમંતભાઈ ખાવડું દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.




Latest News