મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત


SHARE









હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ પોલીસે સ્ટેશનમાં દીઘડિયા ગામે ભાઈની હત્યાના ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આરોપીએ ગત રાત્રિના સમયે શૌચાલયમા આપઘાત કર્યો છે જેથી કરીને હાલમાં હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઑ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) ની તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે બોલાચાલી કરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં મૃતકના પત્ની દક્ષાબેને ફરીયાદ નોંધાવી હતી કે, રઘાભાઈ, મૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થયેલ હતી આ ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી અને તે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો દરમ્યાન તેને ત્યાં શૌચાલયમા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધે છે જેથી કરીને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે




Latest News