મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમા આવેલ દુકાનમાંથી નસીલી આયુર્વેદિક શિરપની ૧૨,૨૪૦ બોટલ કબજે: ૧૨.૨૪ લાખનો માલ જપ્ત


SHARE







મોરબીની જનકપુરી સોસાયટીમા આવેલ દુકાનમાંથી નસીલી આયુર્વેદિક શિરપની ૧૨,૨૪૦ બોટલ કબજે: ૧૨.૨૪ લાખનો માલ જપ્ત

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમા આવેલા સોપીંગ સેંટરની દુકાનમાં નસીલી આયુર્વેદિક શિરપની બોટલો હોવાની માહિતી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કરતાં આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧૨,૨૪૦ બોટલ કબજે કરી હતી અને સ્થળ ઉપરથી ૧૨,૨૪,૦૦૦ નો જથ્થો કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે

મોરબી જિલ્લામાં આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ જુદાજુદા સ્થળે કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ગઇકાલે ૯૭૬ બોટલ શિરપનો જથ્થો પકડાયો હતો ત્યાર બાદ હાલમાં બી ડિવિઝન પોલીસે શિરપનો જથ્થો પકડેલ છે જેની માહિતી આપતા પીઆઇ પી.એ. દેકાવાડીયાએ જણાવ્યુ હતું કે તેઓ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માળીયા-મોરબી ને.હા. ઉપર આવેલ જનકપુરી સોસાયટીમા આવેલ સોપીંગ સેંટરની દુકાન નંબર ૩ ને ચેક કરી હતી ત્યારે પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ જાતે રાવળદેવ (૨૫) રહે. જનકપુરી સોસાયટી ને.હા. ઘર નં. ૩ મોરબી વાળાની ની દુકાનમાંથી આર્યુવેદીક હર્બલની બોટલો TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO.TQ19 લખેલ ૫,૩૨૦ બોટલ તથા STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO.SH305 લખેલ ૬,૯૨૦ બોટલ આમ કુલ મળીને આર્યુવેદીક બોટલ નંગ ૧૨,૨૪૦ જેની કિંમત ૧૨,૨૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને જે બોટલ કબજે કરેલ છે તેને એફએસએલમાં મોકલીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ બી.આર.ખટાણાનરેન્દ્રભારથી મહેદ્રભારથીવિજયભાઇ મુળુભાઇચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇબ્રિજેશભાઇ જેસંગભાઇરમેશભાઇ રાયધનભાઇપ્રદિપસિંહ બહાદુરસિંહધર્મેન્દ્રભાઇ મગનભાઇકિર્તીસિંહ બહાદુરસિંહશક્તિસિંહ કિશોરસિંહ  વિગેરેએ કરેલ છે.






Latest News