મોરબી, ટંકારા અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: આઠ જુગારી પકડાયા, બેની શોધખોળ
SHARE
મોરબી, ટંકારા અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: આઠ જુગારી પકડાયા, બેની શોધખોળ
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર જુગારની બદીને ડામવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર રેડ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર, ટંકારાના ઘુનડા ગામમાં અને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ આરોપી ઝડપાયા હતા જોકે બે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી રહી છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રામસેતુ ટાવરના ધાબા ઉપર જુગાર રમતા હોવા અંગેની એ ડિવિઝન પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી જાતે પટેલ (૫૫) રહે કન્યા છાત્રાલય રોડ સરદાર નગર સોસાયટી રામસેતુ ટાવર ફ્લેટ નંબર ૪૦૧ મોરબી તેમજ જગદીશભાઈ જીવરાજભાઈ ભાલોડીયા જાતે પટેલ (૫૮) રહે રફાળેશ્વર ગામ રાજભા ગઢવીના મકાનવાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૩,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ટંકારા તાલુકાના ઘુનડા ગામે મનીષભાઈ બગથરીયાના મકાનની આગળના ભાગમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મનીષભાઈ વજીરભાઈ બગથરીયા જાતે ખોજા (૩૫) મુકેશભાઈ ગણેશભાઈ પાટડીયા જાતે કોળી (૩૦), પ્રિતેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ જાતે કોળી (૨૨) અને ઉમેશભાઈ ભીખાભાઈ બાબરીયા જાતે કોળી ઉમરો (૨૯) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા ૧૧,૯૦૦ કબ્જે કર્યા હતા અને પોલીસે જ્યારે જુગારની રેડ કરી હતી ત્યારે રામજીભાઈ આહીર રહે. રવાપર ગામની સીમ વાળો ત્યાંથી ભાગી ગયો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છી પીઠ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની એલસીબી ની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સિકંદરભાઈ હાશમભાઈ કટિયા જાતે મિયાણા (૨૫) રહે મિલ પ્લોટ મચ્છી પીઠ પાસે વાંકાનેર તથા નરેશભાઈ પ્રેમજીભાઈ બાવરીયા જાતે કોળી (૩૭) રહે મિલ પ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી વરલી જુગારના આંકડા લખેલ સાહિત્ય તથા ૩૭૮૦ રોકડા અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઇલ આમ કુલ મળીને ૮૭૮૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી સુરેન્દ્રનગરમાં રહેતા રવિભાઈ નું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે