હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે મોત


SHARE









મોરબીના યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે મોત

મોરબીના યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ભુપીનું આજે વહેલી સવારે તેઓના ઘરે હૃદય રોગના હુમલાના લીધે અવસાન થયેલ છે.જેને પગલે મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રો તથા રાજપૂત સમાજના લોકો તેઓની સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) સ્ટેટ પરીવારના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા તેમજ મોરબી નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર જીતુભા જાડેજાના નાના ભાઈ એડ.ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજા ઉર્ફે એડવોકેટ ભૂપી (ઉમર ૪૭) ને આજે વહેલી સવારે મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં તેઓના રહેણાંક મકાન ખાતે હૃદય રોગનો હુમલો આવી જવાના લીધે તેઓનું અવસાન થયેલ છે.તેઓ બે સંતાન સહીતના પરીવારને કલ્પાંત કરતા છોડી ગયા હતા.હાલમાં નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાના લીધે અવસાનના જે બનાવો બની રહ્યા છે તે બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.હાલ આ બનાવના લીધે મોરબીના વકીલ મંડળમાં તથા જાડેજા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા વિસ્તારમાં રહેતા જેસીંગ વલ્લભભાઈ દેલવાણીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જે તે સમયે પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામના રહેવાસી ગીધાભાઈ કાનાભાઈ રાઠોડ નામના ૪૮ વર્ષીય આધેડ તેમનું બાઇક લઈને ફડસર બાજુથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી હતી.




Latest News