મોરબીના મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઇ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઇ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો અને ઢીકાપાટુ વડે તેમજ પાવડાના હાથા વડે હુમલો કરાતા છ લોકોને સારવારમાં ખસેડાયા બાદ સામસામે ફરિયાદો નોંધવામાં આવેલી હોય પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં ડિમ્પલબેન નવીનભાઈ મકવાણા (૧૦), નવીન મીઠાભાઇ મકવાણા (૪૨), સવિતાબેન નવીનભાઈ મકવાણા (૩૫) અને મીઠા ભાણાભાઈ મકવાણા (૭૫) ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષના વિનોદ નાનજી ચાવડા (૨૪) અને રમીલાબેન ચાવડા (૪૨) ને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા બનાવને પગલે પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરતાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડા, ચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા રહે. તમામ મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારો કરી ઇજા કરી હતી મકાનની દીવાલ બાબતે થયેલી બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવડાના હાથા વડે મૂઢ માર પણ મારવામાં આવ્યો હતો.
જ્યારે સામાપક્ષેથી રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) રહે. મહેન્દ્રનગર આઇટીઆઇની સામે વાળાઓએ નવીન મીઠા મકવાણા, સવિતાબેન મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ લાકડી વડે વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલ બંને પક્ષોની ફરિયાદ લઈને આવજે એમ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે