હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યોજાયેલા મેળામાંથી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે યોજાયેલા મેળામાંથી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે થોડા સમય પહેલા મેળો યોજાયો હતો તે મેળામાં મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જે બનાવની હાલમાં યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે હાલમાં તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (૩૦) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં મેળો યોજાયો હતો જેમાં તે આવ્યો હતો અને મેળાના ગ્રાઉન્ડ ખાતેથી તેના મોબાઈલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ઓપો કંપનીના ૫૦૦૦  રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News