હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના રવાપર રોડે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી પસાર થતા આધેડ મહિલાને હડફેટે લઈને કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને મોરબીથી રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃત્યુ પામેલા મહિલાના દીકરાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૪ માં સતવારા બોર્ડિંગ પાછળ રહેતા અને હાલમાં વાંકાનેરના પેડક વાળી વિસ્તાર ગાત્રાળ માતા વાળો રોડ સરકારી હોસ્પિટલ પાછળ રહેતા લાલજીભાઈ નોઘાભાઈ સોલંકી જાતે ભીલ (૩૩)એ કાર નંબર જીજે ૩૬ એસી ૧૯૪૮ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા તેમના માતા સામુબેન નોંઘાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) રજકો (લીલું) વેચવા માટે નરસંગ ટેકરી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીની માતાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ કાર ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News