હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ચુંદડી બાંધીને જીવન ટૂંકાવ્યું


SHARE









હળવદના મયુરનગર ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ચુંદડી બાંધીને જીવન ટૂંકાવ્યું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામના યુવક અને યુવતીને પ્રેમ સબંધ હોવાથી તે બંને ત્યાંથી ભાગીને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવ્યા હતા અને હળવદ તાલુકાના મયુરનગર ગામે નદીના કાંઠે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ મૃતક યુવતીના પિતાને થઈ હતી જેથી તે મોરબી જીલ્લામાં આવ્યા હતા અને બંનેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પહોચડ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામના રહેવાસી યુવક રાહુલભાઈ બાબુભાઈ તરાર જાતે ઠાકોર (૨૩) અને યુવતી હિરલબેન ઘીરાજીભાઈ તરાર જાતે ઠાકોર (૧૯)ને પ્રેમ સબંધ હતો જેથી તે બંને તેના ઘરેથી ભાગી ગયા હતા અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીના કાંઠે પીપળના ઝાડ સાથે ચૂંદડી બાંધીને આપઘાત કરી લીધેલ છે આ બંને યુવક યુવતી ગાતા તા ૧૧ થી તેના ઘરેથી ભાગી ગયા હતા જેથી કરીને તેને તેઓના પરિવારજનો શોધી રહ્યા હતા દરમ્યાન મોબાઈલ લોકેશન આધારે તે બંને મોરબી જીલ્લામાં હોવાની સામે આવ્યું હતુ જેથી કરીને યુવતીના પિતા તેને શોધવા માટે મોરબી જીલ્લામાં આવ્યા હતા તેવામાં બંનેએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો જેથી કરીને મૃતક યુવતી હિરલબેનના પિતા ધીરાજીભાઈ નાથાજીભાઈ તરાર જાતે ઠાકોર (૪૦) રહે શણગાલ તાલુકો મેઘરજ જીલ્લો અરવલ્લી વાળા બંનેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જી.પી. ટાપરીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે દિનેશભાઈ બાવલભાઈ દલવાડી (૪૪)નું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને તેના કાકા કિશોરભાઈ દલવાડી હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. કે.એન. બાવળીયા ચલાવી રહ્યા છે




Latest News