હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં બજાર સમિતિના કર્મચારીના ગેરવર્તન સામે પગલાં લેવા માંગ


SHARE









મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં બજાર સમિતિના કર્મચારીના ગેરવર્તન સામે પગલાં લેવા માંગ

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી યાર્ડ કર્મચારી દ્વારા ગ્રાહકો અને વેપારીઓ સાથે ગેરવર્તણુક કરી, શાકભાજી વિભાગ પાસે સીધા વાહનમાંથી વેચાણ કરવા દેવામાં આવતા, દુકાનધારક વેપારીઓના વેપાર-ધંધાને નુકશાન પહોંચાડવી પ્રવૃત્તિ ચાલી રહી છે.મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શાકભાજી વિભાગ સાથે ભેદભાવ ભર્યું વર્તન સત્તાધીશો દ્વારા થતું હોઈ, હાલ ઘણા સમયથી શાકભાજી વિભાગ બહાર વાહન દ્વારા સીધું વેચાણ કરવા દેવામાં આવે છે. જેથી દુકાનધારકોના હિતને નુકશાન પહોંચાડાય રહ્યું છે.

યાર્ડ કર્મચારી દ્વારા વાહન પાર્કિંગ, સ્વચ્છતા, જાહેર હરરાજી જેવા મહત્વના કામમાં દુર્લક્ષ સેવી, ફરજ ચૂક કરતા, હાલ મોરબી શાકભાજી વિભાગમાં યાર્ડની ખુલ્લી હરરાજી બંધ છે, ખાલી વાહનોનો ખડકલો હંમેશા જોવા મળે છે અને માલ ભરવા આપેલ ગ્રાહકોની સાથે ગેર વર્તણુક કરી ધંધા વેપારને નુકશાન પહોચાડી રહ્યા હોઈ, એવા કર્મચારીને ફરજ બજાવવા અને સત્તાના નશામાં ભાન ભૂલેલ કર્મચારીની શાન ઠેકાણે લાવવા શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન તરફ થી ઉગ્ર માંગ ઊઠી છે.




Latest News