હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા રેલવે ફાટક પાસેથી પસાર થતી ડેમુ ટ્રેનમાં આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ અમૃત સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશ નારણભાઈ ગાગરાઈ (ઉમર ૧૮) ઢુવા નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ડેમુ ટ્રેનમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ લાલજીભાઈ ગડેશીયા નામના ૪૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામ બાજુથી રંગપર બાજુ જતા સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જવાથી ફેકચર જેવી ઇજાઓ સાથે કાનજીભાઈ ગડેશીયાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
 
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં મુન્નાનાથ સુરમનાથ ભાટી નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા તપાસ માટે સીવીલે પહોંચ્યા હતા જોકે પોલીસ દવાખાને પહોંચી તે પહેલા જ સારવાર લઈને મુન્નાનાથ હોસ્પિટલમાંથી નીકળી ગયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.



Latest News