મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હોય તે પોતાના જીવનથી કંટાળી ગયો હતો જેથી કરીને તેણે પોતાના ઘરની અંદર લાકડાની આડસમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યાર બાદ તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૨ માં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર જાતે દેવીપુજક (૪૫)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક તેનો દીકરો રમણભાઈ અશોકભાઈ (૨૦) તેઓને લઈને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હતી અને જીવન દવા ઉપર જીવતા હોય જેથી તેઓ પોતાના જીવનથી કંટાળી ગયા હતા અને પોતાના ઘરની અંદર છતના ભાગે પતરાને નીચે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા હંસાબેન ખીમજીભાઈ ચૌહાણ (૬૪) નામના વૃદ્ધા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News