મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા હત્યના ગુનાના કેદીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE







મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા હત્યના ગુનાના કેદીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લાની જેલમાંથી હત્યના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદીએ વચગાળાના જામીન મેળવ્યા હતા ત્યાર બાદ તે જેલ ફરારી થયેલ હતો જેથી તેને પકડીને મોરબી એલસીબીની ટીમે જેલ હવાલે કરેલ છે

મોરબી જીલ્લાના પેરોલ ફર્લોવચગાળાના જામીન ઉપર છુટેલજેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલપૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કેમાળીયા મિંયાણા તાલુકામાં વર્ષ ૨૦૨૧માં થયેલ હત્યાના ગુન્હાના કામે પકડાયેલા કાચા કામના કેડીએ હાઇકોર્ટમાંથી ૭ દિવસના ટેમ્પરરી જામીન મેળવાયા હતા અને જેલ મુકત થયેલ હતો ત્યાર બાદ કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ હતો જેથી કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા રહે.વેણાસર તાલુકો માળીયા વાળો હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હતી જેના આધારે પોલીસે કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા જાતે કોળી (૩૦) રહે. મુળ વેણાસર હાલ રહે. મધુપુર વાળાને હસ્તગત કરીને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News