હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

રામકથા અનવ્યે મોરબીના વાવડી ચોકડીથી નાની વાવડી ગામ સુધીના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ


SHARE









રામકથા અનવ્યે મોરબીના વાવડી ચોકડીથી નાની વાવડી ગામ સુધીના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ

ટ્રાફિક નિયમન માટે ૩૦-૯ થી ૮-૧૦ સુધી સવારના ૭ થી સાંજના ૬ સુધી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબીમાં તા.૩૦-૯  થી ૮-૧૦ સુધી કબીરધામ, નાની વાવડી ખાતે રામકથા આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથામાં રોજેરોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થનાર હોવાથી મોરબી બાયપાસ વાવડી ચોકડી થી નાની વાવડી ગામ સુધીના રોડ તથા નાની વાવડી ગામ થી વાવડી ચોકડી બાયપાસ સુધીના રોડ પર ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે. જેથી ટ્રાફિક નિયમન માટે આ રોડ તા.તા.૩૦-૯  થી ૮-૧૦ સુધી  સુધી સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્ટ જી.ટી. પંડ્યા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (બી) અન્વયે મોરબીના વાવડી ચોક થી નાની વાવડી ગામ સુધીના રોડ તરફ જવા માટે તથા નાની વાવડી ગામથી વાવડી ચોકડી સુધીના રોડ પર તા.૩૦-૯  થી ૮-૧૦ સુધી સુધી સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યું છે.આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી ચોકડી થી નાની વાવડી ગામ તથા બગથળા જવા માટે પંચાસર ચોકડી થઈ પંચાસર ગામ તરફથી કેનાલ થઇ અથવા નંદીઘરથી નાની વાવડી ગામ તરફ, નાની વાવડી ગામ તથા બગથળા ગામ તરફથી મોરબી શહેર તરફ આવવા માટે નાની વાવડી ગામ થી તલાવડી વાળા હનુમાન મંદિર થઈ નવલખી રોડ તરફ અને નાની વાવડી ગામ તરફથી મોરબી શહેર તરફ આવવા માટે નાની વાવડી ગામથી શ્રી દશામાંના મંદિર પાસેથી પંચાસર રોડ થઈ શકત સનાળા તથા પંચાસર ચોકડી તરફના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.આ જાહેરનામું તા.૮-૧૦ સુધી અમલમાં રહેશે.




Latest News