મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત


SHARE









વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનને લોહીની ઉલ્ટી થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો હીરાલાલ બાલકરામ સોનકર (૨૪) નામનો યુવાન લેબર કોલોનીમાં હતો અને બીમારી સબબ તેને છેલ્લા બે ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું જેથી તેને ઉલટીઓ થવા લાગી હોય તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને લોહીની ઉલ્ટી થયા બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

ટંકારાની લતીપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભાવેશભાઈ કિશોરભાઈ સચાણીયા (૨૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની એ ડિવિઝન પોલીસ મારફતે જાણ કરવામાં આવશે 




Latest News